અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન ગંભીર રીતે આમને સામને છે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે કંઇપણ કરશે કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટ્યા બાદ આ છઠ્ઠીવાર છે જ્યારે ટ્રમ્પે મધ્યસ્થતાની રજૂઆત કરી છે આ પહેલા સોમાવરે ઇમરાન સાથે મુલાકાત દરમિયાન પણ તેમણે પોતાને સારા મધ્યસ્થી ગણાવતા કહ્યું હતું કે ભારત-પાક ઇચ્છે તો તે મદદ કરવા તૈયાર છે
ટ્રમ્પે જણાવ્યું, ‘મારી ભારત અને પાકિસ્તાન બન્ને સાથે કાશ્મીર મુદ્દે વાત થઇ વિવાદના ઉકેલ માટે મે તેમને મધ્યસ્થતાની રજૂઆત કરી છે મે કહ્યું કે હું કાશ્મીર મુદ્દે ઉકેલ લાવવા કંઇપણ કરીશ, કારણ કે બન્ને પાડોશી દેશો ગંભીરપણે આમને-સામને છે આશા છેકે આ સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે’