શિકાર કરીને બાળકો સાથે રમવામાં બિઝી થયા સિંહ, મોકો જોઇને રફૂચક્કર થઈ ગઈ ભેંસ

2019-09-25 1,277

તમે ક્યારેય જોયુ કે સાંભળ્યું છે કે સિંહનો કોઈ પરિવાર કોઈ જાનવરનો શિકાર કરે અને શિકાર આ બધાની વચ્ચેથી ઉઠીને ભાગી જાય? જાણે કે કોઈએ પ્લેટમાં જમવાનું મુક્યુ પણ તે જમી ન શક્યા દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં કંઇક આવુ જ થયુ સિંહના પરિવારે એક ભેંસનો શિકાર તો કર્યો પરંતુ બાદમાં સિંહ અને સિંહણ તેના બચ્ચાઓ સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયા અને ચાલાક ભેંસ મોકો જોઇને ત્યાંથી રફુચક્કર થઈ જાય છે ભારતીય વનસેવાના એક અધિકારીએ આ 30 સેકન્ડનો વીડિયો તેના ટ્વિટર પર શેર કર્યો છે જેના પર કેટલાંક લોકોએ સિંહ પરિવારનો દયાળુ ચહેરો કહ્યો તો કોઈએ દલીલો કરી પરંતુ આ બધામાં ભેંસનો જીવ બચી ગયો એ મહત્વની વાત છે

Videos similaires