ડીસા કોર્ટે અલ્પેશ ઠાકોરને ફરી તારીખ આપી કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું

2019-09-25 212

ડીસા: બનાસકાંઠાના તત્કાલિન એસપી નીરજ બડગુજર સામે આક્ષેપો કરનાર અલ્પેશ ઠાકોર સામે માનહાનીનો કેસ દાખલ કર્યો છેત્યારે મંગળવારે અલ્પેશ ઠાકોર ડીસા કોર્ટમાં હાજર રહ્યા હતાકોર્ટે તેઓને આગામી 15 મીએ હાજર રહેવા ફરમાન કર્યું છે ડીસાની કોર્ટમાં માનહાની કેસમાં અલ્પેશ ઠાકોર હાજર થયા હતા કોર્ટે આગામી 15 તારીખે પણ કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના તત્કાલિન જિલ્લા પોલીસ વડા સામે બુટલેગરો પાસેથી હપ્તો લેતા હોવાના સંગીન આક્ષેપો કર્યા હતા ત્યારબાદ તત્કાલિન જિલ્લા પોલીસ વડા નિરજકુમાર બડગુજરે ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો કોર્ટમાં અડધો કલાક સુધી કાર્યવાહી ચાલી હતીડીસા કોર્ટે તેઓને આગામી 15 મી એ હાજર રહેવા ફરમાન કર્યું હતું એક સમયે ભાજપની નીતિનો વિરોધ કરનાર અલ્પેશ ઠાકોર આજે ભાજપ અને દેશના વડાપ્રધાનના ગુણગાન ગાતા નજરે પડ્યા હતા

Videos similaires