સાબરકાંઠાઃ ઇડર તાલુકાના મૂળેટી પાટિયા પાસે મુક બધિર અને અંધ બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે 16 વર્ષની મૂક-બધિર અને અંધ બાળકી પર ગામના જ યુવકે બળાત્કાર કર્યો છે મૂળેટી પાટિયા પાસે બસમાંથી ઉતારી બે શખ્સો બાળકીને ઉઠાવી જંગલમાં લઇ ગયા હતા જ્યાં તેના પર બંને હેવાનોએ દુષ્કર્મ કર્યું હતું હાલ બાળકીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, આ બાળકીનો પરિવાર બપોરના ત્રણ વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં બેઠો છે તે છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી પોલીસ ફરિયાદ લેવામાં વિલંબ કરી રહી છે તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે