અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરિયાદ કરતા કહ્યું કે, તેમણે નોબેલ પુરસ્કાર આપનારાઓના અન્યાયપૂર્ણ વલણના કારણે શાંતિ નોબેલ પુરસ્કાર નથી મળ્યો ટ્રમ્પે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બેઠક દરમિયાન કહ્યું કે, ‘જો તે(નોબેલ કમિટિ) ન્યાયપૂર્ણ રીતે આ નોબેલ પ્રાઈઝ આપે તો, મને ઘણી વસ્તુઓ માટે આ પુરસ્કાર મળી શકે છે, પરંતુ આવું ન થઈ શક્યું’ તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળેલા નોબેલ પ્રાઈઝ પર પણ સવાલો કર્યા હતા ઓબામાને 2009માં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાના 8 મહિના પછી જ શાંતિ પુરસ્કાર મળ્યો હતો જ્યારે તેઓ થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે ઓબામાને પોતાને પણ ખબર ન હતી કે તેમને શાંતિ પુરસ્કાર શા માટે મળ્યો છે માત્ર આ એક જ વાત માટે હું ઓબામા સાથે સહમત છું