બસચાલકને બરછી-કિરપાણથી માર્યો, ઘોડાને સામાન્ય ટચ થતાં જ હુમલો કર્યો

2019-09-23 148

પંજાબના કપૂરથલાનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં કેટલાક નિહંગોએ પંજાબ સરકારની બસ પર હુમલો કરીને મચાવેલો ઉત્પાત કેદ થયો હતો મળતી વિગતો પ્રમાણે પીઆરટીસી બસની સાઈડમાં જઈ રહેલા કેટલાક નિંહંગોના ઘોડાને ટક્કર લાગી હતી આ સામાન્ય અકસ્માત બાદ રોષે ભરાયેલા આ શિખોના ગ્રૂપે હાથમાં રહેલી બરછી અને કિરપાણથી બસમાં તોડફોડ શરૂ કરી હતી ડ્રાઈવરે આનાકાની કરતાં જ તેમણે તેના પર પણ હુમલો કર્યો હતો ઘટનાની ગંભીરતા સમજી જઈને તરત ડ્રાઈવર પણ બસ ત્યાં મૂકીને ભાગી ગયો હતો કપૂરથલા બસ ડેપોમાં જઈને તેણે મેનેજરને આખી ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ પોલીસને કરતાં જ તેમણે પણ બાદમાં વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી

Videos similaires