કચ્છી ચણિયાચોળી અને છત્રીની થીમ પર ખેલૈયાઓનું ગરબા રિહર્સલ

2019-09-23 1,814

અમદાવાદ: નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહયા છે અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીને લઈ ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું 50 જેટલા યુવક યુવતીઓ દ્વારા વેજલપુરના રજવાડું ખાતે ટ્રેડિશનલ છત્રીની થીમ પર ગરબાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું કચ્છી ચણિયાચોળી, ટ્રેડિશનલ દાંડિયા, કચ્છી છત્રી, બેડા વગેરે લઈ અને ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું પનઘટ ગ્રુપ છેલ્લા 19 વર્ષથી પરફોર્મન્સ કરે છે દુનિયાના અલગ અલગ દેશોમાં પણ તેઓએ ભારતનું ટ્રેડિશનલમાં નેતૃત્વ કર્યું છે તેઓ માત્ર પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ રમે છે

Videos similaires