સૂમધૂર અવાજમાં લોકગીતો ગાતી મહિલાનો વીડિયો વાઈરલ

2019-09-23 2

દિવસે દિવસે જ્યાં મોબાઈલ અને ઈન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે તેવામાં દેશના અનેક ખૂણામાંથી આવી ટેલેન્ટ પણ બહાર આવે છે જેઓમાંથી કેટલાક એટલા નસીબદાર હોય છે કે તેમને યોગ્ય પ્લેટફોર્મ પણ મળી જાય છે છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં ભિક્ષા માગીને ગુજરાન ચલાવતી એક મહિલાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે ગુજરાતી એવી આ મહિલાએ જે સૂમધૂર અવાજમાં લોકગીતો ગાયા હતા તે સાંભળીને સૌ કોઈને નવાઈ લાગી છેમાણાવદર તાલુકાના કટક પરા ગામની વાદી જ્ઞાતિમાંથી આવેલી આ મહિલા તેના દિકરા સાથે લોકોના ઘરે ઘરે ફરીને ભિક્ષા માગે છેભાવનગરના પોલીસ કોન્સ્ટેબલે તેનો અવાજ સાંભળેને તેનું રેકોર્ડિંગ કર્યું છે અનેક યૂઝર્સે પણ આ મહિલાનો અવાજ સાંભળીને તેમની દિવાળીબહેન ભીલ સાથે સરખામણી કરીને યોગ્ય તક ને ટ્રેનિંગ મળે તેવી પણ કોમેન્ટ્સ કરી હતી

Videos similaires