નડિયાદમાં દારૂ અને ડાન્સની મહેફિલ માણતી અમદાવાદની યુવતીઓ સહિત 15 ઝડપાયા

2019-09-23 6,663

નડિયાદઃ શહેરના રીંગ રોડ પાસે આવેલા ફાર્મહાઉસમાં અમદાવાદની યુવતીઓ અને નડિયાદના યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે પોલીસે ફાર્મહાઉસમાંથી 11 દારૂની બોટલ કબ્જે કરી છે દારૂની પાર્ટી મનાવવા માટે યુવતીઓ અમદાવાદથી નડિયાદ આવી હતી નડિયાદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે રિંગ રોડ પર હનુમાનપુરા વડ પાસે કલ્પેશ ઉર્ફે પિન્ટુ રમણ પટેલનુ ફાર્મ હાઉસ આવેલ છે જે ફાર્મ હાઉસમાં બહારથી મહિલાઓ બોલાવીને મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હતી જેને પગલે ટાઉન પીઆઈ બી જી પરમાર અને ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો જેમાં 8 યુવક અને 7 યુવતીઓ મળી અને બે મોટા સ્પીકર પર ડાન્સ કરી દારૂની મહેફિલ માણતાં ઝડપી લીધા હતા

Videos similaires