બહુચરાજીઃ બહુચરાજી નજીક હાંસલપુર ગામ પાસે રવિવારે સાંજના સમયે વરસતા વરસાદમાં બોલેરો ગાડીના ચાલકે સામેથી આવતી રિક્ષાને અડફેટે લેતાં અક્સમાત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી વણોદ ગામના ભરવાડ વસતાભાઈ રત્નભાઈ (૨૭) રવિવારે સાંજના સમયે રિક્ષા ( જીજે 38w 0138) માં બહુચરાજીથી મુસાફરો ભરી વણોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે હાંસલપુર અને નાવિયાણી ગામ વચ્ચે મારુતિ સુઝુકી કંપનીના ગેટ નંબર 1 પાસે સામેથી પુરઝડપે આવી રહેલી બોલેરો ગાડી (જીવે 13 એએચ 5065 )ના ચાલકે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી, જેમાં રિક્ષા ચાલક સહિત ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા