PM મોદીને સાંભળવા NRG સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો શરુ, એન્ટ્રી માટે લાંબી લાઇન

2019-09-22 533

હ્યૂસ્ટન:વડાપ્રધાન મોદી આજે હાઉડી મોદી કાર્યક્રમ માટે રાત્રે 9 વાગ્યા સુધીમાં હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં પહોંચવાના છે આ કાર્યક્રમ માટે પહેલાથી જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયુ છે અને હવે લોકો અહીં પોતાનું સ્થાન નિશ્વિત કરવા માટે પહોંચી રહ્યા છે અત્યારે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે સ્થાનિક પોલીસના જવાનો તેમને યોગ્ય માર્ગદર્શન આપી વ્યવસ્થા જાળવી રહ્યા છે અહીં આવેલા લોકોએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ઉત્સાહિત છે અને તેઓ દેશ અને વિશ્વ માટે એક પ્રેરણાસ્વરૂપ છે

Videos similaires