હિરેન પારેખ, આણંદ:દેશમાં અવાર નવાર વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવને ધ્યાનમાં લેતા વિદ્યાનગરની ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ બેટરીથી ચાલતું બાઇક બનાવ્યું છે કોલેજના ઓટોમોબાઇલ એન્જિનિયરીંગના હેડ ડો સુધીર ગુપ્તેએ જણાવ્યું કે, આ બાઇકને માત્ર એકવાર ચાર્જ કરવા પર તે 80 કિલોમીટર સુધી ચાલી શકે છે બાઇકની બેટરી ચાર્જ કરવામાં માત્ર 7 રૂપિયાનો ખર્ચ થાય છે આ અનોખા બાઇકના કારણે દેશમાં થયા પ્રદૂષણને અટકાવી શકાય છે 10 વિદ્યાર્થીઓએ આ બાઇક માત્ર 5 મહિનામાં બનાવ્યું છે, જેની પાછળ અંદાજિત 80 હજાર જેટલો ખર્ચ થયો હતો