અમદાવાદ : શહેરના દર્પણ છ રસ્તા પર i20 કારચાલકે રીક્ષાને અડફેટે લેતા રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો રાહદારીઓએ ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યારે કારચાલક પીધેલી હાલતમાં હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું લોકોના રોષનો ભોગ બને એ પહેલા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો