સુરતઃપુણામાં સીતાનગર ચોક સ્થિત અર્પણ વિદ્યા સંકુલમાં જાપાનીઝ ડેલિગેશને વિદ્યાર્થીઓને જાપાનીઝ ભાષાનું મહત્વ સમજાવ્યું હતું જાપાન સરકારના જાપાન ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલા ‘ચલો જાપાન’ કાર્યક્રમ અંતર્ગત ભારતની કેટલીક સ્કૂલોમાં છેલ્લા એક વર્ષથી જાપાનીઝ ભાષા શીખવવામાં આવી રહી છે ભારતભરમાં માત્ર ત્રણ સ્કૂલો પસંદ કરવામાં આવી છે જેમાં ગુજરાતની એકમાત્ર સ્કૂલ પુણાની અર્પણ વિદ્યા સંકુલ છે આ સ્કૂલમાં એક વર્ષથી પ્રાથમિક વિભાગના બાળકોને અંગ્રેજીની સાથે જાપાનની ભાષા શીખવવામાં આવી રહી છે