રાજકોટ:સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે છેલ્લા 2-3 દિવસ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઊના, ખાંભા સહિત ગીર પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી દીધી છે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું બીજી તરફ મોરબીનાં બરવાળામાં ન્હાવા પડેલા 2 બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે