ગુજરાતમાં 21 ઓક્ટોબરે 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, 24મીએ પરિણામ, ત્રણ બેઠકોની જાહેરાત અટકી

2019-09-21 427

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે ગુજરાતમાં 21 ઓક્ટોબરે 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે જ્યારે 24મી પરિણામ જાહેર થશે આ ચારેય બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી 30 સપ્ટેમ્બર છે જ્યારે 3 ઓક્ટોબર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશેઆ બેઠકોમાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જ્યારે બાયડ, રાધનપુર અને મોરવા હડફ બેઠકો પર જ્યાં કોંગ્રેસનો વિજય થયો હતો તે ત્રણ બેઠકોની પેટાચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી નથી