મા લક્ષ્મીની કૃપા કોને ન જોઇતી હોય ? જો માણસને ધનની કમી હોય તો નાનામાં નાની ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. માણસ નોકરી ધન કમાવવા માટે જ તો કરતો હોય છે. પરંતુ આ પૈસા કાં તો પાણીની જેમ વહી જાય છે કાં પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, તે બચતા નથી જેને કારણે આર્થિક સ્થિતિ સુધરતી નથી. ત્યારે મા લક્ષ્મીને રિઝવવાનાં અમે તમને કેટલાંક ઉપાય બતાવી રહ્યા છીએ જેનાંથી તમને ક્યારેય આર્થિક તંગી નહીં થાય.