ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ ઋષિ પંચમી ઉજવાય છે. ઋષિ પંચમી પર અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા માંગીને વ્રત કરવાનુ વિધાન છે. ઋષિ પંચમી પર બધા સ્ત્રી પુરૂષ જાણતા અજાણતા કરવામાં આવેલ ભૂલો માટે સપ્ત ઋષિઓ માટે વ્રત કરીને તેમની પાસેથી આશીર્વાદ પ્રપ્ત કરે છે. ઋષિ પંચમી પર તમારા પિતરોના નામથી દાન કરીને પણ તમારા રોકાયેલા કામમાં સફળતા મળી જય છે. આ વ્રતને કરીને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ખૂબ સહેલાઈથી વધી જાય છે. #RishiPanchami #ImportaceofRish Panchami #SanatanDharm