નિર્જલા એકાદશીનુ વ્રત વિધાન કરીને કેવી રીતે તમે તમારી સમસ્યાઓથી મુક્ત થઈ શકો છો અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો. જયેષ્ઠ મહિનામાં શુક્લપક્ષની એકાદશી તિથિને નિર્જલા એકાદશી અને ભીમસેની એકાદશીના રૂપમાં ઉજવાય છે. આ અગિયારસના વ્રતમાં પાણી પીવુ વર્જિત માનવામા આવે છે તેથી આ અગિયારસને નિર્જલા એકાદહી કહે છે. નિર્જલા એકાદશીના દિવસે નિર્જલ રહીને એકાદશીનુ વ્રત કરવાથી વર્ષની બધી અગિયારસનુ ફળ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. #NirjalaEkadashi #HinduDharm #GujaratiVideo #EkadashiUpay