હિન્દુ ધર્મમાં હવન કે યજ્ઞ કરતી વખતે સ્વાહા કેમ બોલાય છે. આપ સૌએ યજ્ઞ સમયે જરૂર ધ્યાન આપ્યુ હશે કે હવન કરનાર વ્યક્તિ જ્યારે અગ્નિમાં સામ્રગી નાખે છે ત્યારે દરેક વખતે તેના દ્વારા સ્વાહા કહેવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તેનુ મુખ્ય કારણ શુ છે.. હકીકતમાં અગ્નિ દેવની પત્ની છે સ્વાહા. તેથી હવનમાં દરેક મંત્ર પછી સ્વાહાનુ ઉચ્ચારણ કરવામાં આવે છે. સ્વાહાનો અર્થ છે યોગ્ય રીતથી પહોંચાડવુ. મંત્ર પાઠ કરતી વખતે સ્વાહા કહીને જ હવન સામગ્રી ભગવાનને અર્પિત કરે છે. #Swha #HinduDharm #Gujarati