પુષ્કળ ધન કમાવવા માંગતા હોય તો શુક્રવારે કરો આ 10 ઉપાય - Shukravar na upay

2019-09-20 0

શુક્રવારના દિવસે જે ભક્ત દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેને માટે સંસારમાં કશુ પણ અપ્રાપ્ય નથી. ગૃહલક્ષ્મી દેવી ગૃહિણીઓ એટલેકે ઘરની સ્ત્રીઓમાં લજ્જા, ક્ષમા, શીલ, સ્નેહ અને મમતાના રૂપમા વિરાજમાન રહે છે. તે મકાનમાં પ્રેમ અને જીવંતતા નો સંચાર કરી તેને ઘર બનવે છે. તેમની ગેરહાજરીમાં ઘર ક્લેશ, ઝગડા નિરાશા વગેરેથી ભરાય જાય છે. ગૃહસ્વામિનીને ગૃહલક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. જ્યા ગૃહસ્વામિનીનુ અપમાન થાય છે ગૃહ લક્ષ્મી એ ઘરનો ત્યાગ કરી દે છે. આવો જાણીએ શુક્રવારના 10 એવા ઉપાય જે આપે છે ધન અને સમૃદ્ધિનુ વરદાન.. #FridayUpay #DhanPrapti #ShukravarUpay