અમરપુર નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યું બાદ તેના વ્યાપારનું શું થશે? તેની આટલી બધી મિલ્કત કોણ સંભાળશે? પુત્ર મેળવવાની ઇચ્છાથી તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો.