જે આપે છે તે દેવસ્વરૂપ હોય છે. ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો પ્રકાશ આપે છે. તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીવો પ્રગટાવવો અને તેને મુકવાના કેટલાક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. ખાસ કરીને દીવાની વાટની દેશાનુ ધયન રાખવુ જોઈએ. દીવો જ્ઞાનના પ્રકાશનુ પ્રતીક છે. હ્રદયમાં ભરેલ અજ્ઞાન અને સંસારમાં ફેલાયેલા અંધકારનુ શમન કરનારો દીવો દેવતાઓની જ્યોતિર્મય શક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. તેને ભગવાનનુ તેજસ્વી રૂપ માનીને તેની પૂજા કરવી જોઈએ.