મેષ રાશિ- આ રાશિનો સ્વામી મંગળ છે અને આ વર્ષનો રાજા પણ મંગળ છે. આ વર્ષ નાણાકીય સ્વરૂપથી વધુ ફળ આપનારો હોઈ શકે છે. કાર્યની અધિકતા રહેશે અને રાજનીતિક રૂપથી સફળ રહેશે. મંત્રી ગુરૂ પણ રાશિનો સ્વામી મિત્ર હોવાથી આવકની બાબતમાં સફળ રહેશો. કાર્યમાં આવી રહેલ બધા અવરોધો સમાપ્ત થઈ જશે.