ઉના:હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં અસહ્ય બફારો અને વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉનાના ખાપટ ગામે એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા તેમજ ગીરસોમનાથ વિસ્તારમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝાપટા વરસી રહ્યા છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે ગીર ગઢડામાં 15 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું આ સાથે જ ખાંભાનાં સરસીયા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે તો બીજી તરફ રાજકોટમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો