સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાનિક પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ઈશારામાં કહ્યું કે, UNના ઉચ્ચ સ્તરીય મહાસભા સત્રમાં પાકિસ્તાન ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે પરંતુ આવું કરવાથી ભારતનું પડખું ઊંચું રહેશે પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાને ગત મહિને જ કહ્યું હતું કે, તેઓ કાશ્મીર મુદ્દાને UN મહાસભામાં ઉઠાવશે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ અંગે એક સવાલનો જવાબ આપતા અકબરુદ્દીને કહ્યું કે, અમે તેમને આતંકને મુખ્યધારામાં લાવતા જોયા છે હવે તે નફરત ભરેલા નિવેદનોને UNમાં લાવવા માગે છે જો તે આવું કરવા માગે છે તો આ તેમના વિચાર છે પણ આવું કરવાથી તેમનું જ નીંચુ દેખાશે