રાજકોટ: ગત મોડી રાત્રે ક્રિષ્ના વોટર પાર્કમાં એસઓજીના નિવૃત્ત એએસઆઇની બર્થડે પાર્ટીમાં 8 પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા આ દારૂ પાર્ટી બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે આજે વહેલી સવારથી પોલીસની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધોંસ બોલાવી હતી જેમાં 3 હજાર લિટર દેશી દારૂ અને આથાનો નાશ કરવામાં આવ્યો હતો