ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત ASIની બર્થ-ડે પાર્ટીમાં પોલીસના દરોડા

2019-09-20 7

રાજકોટ: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલાએ પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી જેમાં પોલીસે દરોડો પાડ્યો હતો ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતા પાર્ટીમાં કુલ 30 લોકો હતા જેમાંથી નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા મળ્યું છે આ 10માંથી 5 પાસે પરમીટ હોવાનું કહેવાય છે મધરાતે ક્રિષ્ના વોટર પાર્કના ગેઈટ પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો આ પાર્ટીમાં 45થી પણ વધુ લોકો હોવાનું અને કેટલાકને વાડી માર્ગેથી ભગાડી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે

Videos similaires