હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમમાં કરાઈ ભવ્ય તૈયારીઓ

2019-09-20 3,429

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજથી એક સપ્તાહ માટે અમેરિકાની મુલાકાતે જવાના છે સ્થાનિક સમય પ્રમાણે વડાપ્રધાન મોદી રવિવારે સવારે 830થી 1130 દરમિયાન 'હાઉડી મોદી' કાર્યક્રમમાં સામેલ થવાના છે આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હવે તેની તસવીરો પણ સામે આવવા લાગી છે

હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં ટેક્સાસ ઈન્ડિયા ફોરમ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયના 50 હજારથી વધારે લોકોને સંબોધિત કરવાના છે આ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થવાના છે અને પીએમ મોદી સાથે સ્ટેજ શેર કરશે

જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ છે ત્યાં હજારો લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે અહીં એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે જ્યાંથી પીએમ સંબોધન કરશે નરેન્દ્ર મોદીના ભાષણ પહેલાં અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઘણાં અમેરિકન સાંસદ પણ હાજર રહેવાના છે

Videos similaires