divyabhaskarcomએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેમાં બીજા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા સાથે તેમના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી જાનકી બોડીવાલા ડેન્ટિસ્ટનું ભણતી હતી અને તેણે ભણવાનું અધવચ્ચે મૂકીને ફિલ્મ ‘છેલ્લો દિવસ’ સાઈન કરી હતી આ ફિલ્મ આટલી હિટ જશે, તે જાનકીને પણ ખ્યાલ નહોતા ફિલ્મ હિટ જતાં જ જાનકીએ ભણવાનું પડતું મૂકીને એક્ટ્રેસ બનવાનો નિર્ણય લીધો હતો એક સમયે જાનકી બોડીવાલાનો પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો, જેમાં ત્રણ કાકા તથા તેમનો પરિવાર થઈને 25 લોકો ઘરમાં રહેતાં હતાં જોકે, હાલમાં તો જાનકી પેરેન્ટ્સ તથા ભાઈ સાથે રહે છે