ડોનાલ્ડ ટ્રમ્પે US-મેક્સિકો સરહદે બનતી દીવાલ જોઈ કહ્યું, 'કોઈ આ દીવાલ પર નહીં ચડી શકે'

2019-09-19 4,086

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે મેક્સિકો બોર્ડર પર બની રહેલી દીવાલનો એક ભાગ જોવા પહોંચ્યા હતા અહીં ટ્રમ્પે કામગીરીનો રિપોર્ટ જોયો અને દીવાલ પર સહી પણ કરી હતી આ દરમિયાન તેમણે દીવાલ તરફ ઇશારો કરીને કહ્યું કે આ દીવાલની ઉંચાઇ એટલી છે કે કોઇ તેને લાંઘી નહીં શકે
ટ્રમ્પે આશા જાહેર કરી છે કે ગેરકાયદે ઘૂસતા પ્રવાસીઓને રોકવા માટે બની રહેલી આ 800 કિમી લાંબી દીવાલ આવતા વર્ષે પૂરી થઇ જશે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020માં થશે આવામાં ટ્રમ્પની યોજના છે કે જલદીથી દીવાલનું કામ પૂરુ થાય જેથી ચૂંટણીમાં ફાયદો મળી શકે

Videos similaires