મનન વાયા, અમદાવાદ:ક્રિકેટ ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં બનતા વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ -' મોટેરા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મોટેરાનું 90% ટકા કામ થઇ ગયું છે અને 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ જાન્યુઆરી 2020 સુધીમાં સંભવત રીતે સ્ટેડિયમ તૈયાર થઇ જશે સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ 1982માં બન્યું હતું, તેની બેઠક ક્ષમતા 50 હજાર હતી મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરા 18 હજારના માર્જિનથી તેને હરાવશે