સાઉદી અરબે કહ્યું, તેલ કંપની અરામકો પર હુમલા પાછળ ઈરાનનો હાથ છે

2019-09-19 2,837

સાઉદી અરબે અરામકો કંપનીના તેલ ઉત્પાદન સ્થળો પર થયેલા હુમલાની પાછળ ઈરાનનો હાથ હોવાનું જણાવ્યું છે સાઉદી રક્ષા મંત્રાલયે ગુરુવારે રિફાઈનરી પર હુમલા માટે ઉપયોગમાં લેવાયેલી મિસાઈલો અને ડ્રોનના ટુકડા મીડિયા સમક્ષ રજુ કર્યા છે સાથે જ દાવો કર્યો કે જે દિશામાંથી ડ્રોન આવ્યા હતા તેનાથી નક્કી છે કે આ હુમલો યમન તરફથી નથી કરાયો

હુમલામાં પોતાનો હાથ હોવાથી ઈન્કાર કરી ચુક્યું છે ઈરાન-ગત સપ્તાહે અરામકો પર થયેલા હુમલાની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી હતી જો કે, ત્યારે પણ અમેરિકાએ તેની પાછળ ઈરાનનો હાથ હોવાની વાત કહી હતી પરંતુ તેના કોઈ પુરાવા રજુ કર્યા ન હતા ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની પણ હુમલામાં પોતાનો હાથ હોવાથી ઈન્કાર કર્યો હતો

Videos similaires