દેશમાં જ્યાં નવા ટ્ર્રાફિક નિયમ લાગુ કરાયા બાદ નિયમોનું પાલન નહીં કરનાર અનેક લોકોની સામે કડક કાર્યવાહીનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યાં જ ગુજરાતના છોટા ઉદેપુરના બોડેલીમાં એક અજીબોગરીબ મામલો સામે આવતાં જ પોલીસ પણ બે ઘડી ધરમસંકટમાં મૂકાઈ ગઈ હતી જ્યાં આખા રાજ્યમાં લગભગ દરેક નાગરિક હેલ્મેટ પહેરીને ટૂ-વ્હિલર લઈને જ નીકળે છે ત્યાં ઝાકીર મેમણ નામની આ વ્યક્તિ બિંદાસ્ત રીતે હેલ્મેટ વગર જ પોતાનું બૂલેટ લઈને ફરતો જોવા મળે છે સૌથી વધુ નવાઈ પમાડે એવી વાત તો એ છે કે ટ્રાફિક પોલીસ પણ તેને પકડ્યા બાદ તેની સામે કાર્યવાહી નથી કરી શકતી ઝાકીર માટે સમસ્યા ગણો તો સમસ્યા અને રાહત ગણો તો રાહત એ જ છે કે તેમનું માથું એટલું મોટું છે કે તેમની સાઈઝનું હેલ્મેટ જ માર્કેટમાં નથી મળતું
જ્યારે તેઓને પહેલીવાર હેલ્મેટ વગર બાઈક ચલાવતાં પકડ્યા હતા ત્યારે જ તેમણે આ સમસ્યા ટ્રાફિક પોલીસની આગળ વર્ણવી હતી પોલીસે પણ ત્યાં જ અનેક હેલ્મેટ ચેક કર્યાં હતાં પણ દરેક હેલ્મેટ તેમના માથા કરતાં નાની સાઈઝનાં જ નીકળ્યાં હતાં ઝાકિરની આવી સમસ્યા જોઈને પોલીસ પણ વિમાસણમાં મૂકાઈ ગઈ હતી કે તેમને મેમો આપવો કે નહીં?, બાદમાં જ્યારે ટ્રાફિક પોલીસે તેમની પાસે ડોક્યૂમેન્ટ્સ માગ્યા તો તે બધા જ કાગળિયાઓ પણ ઝાકિરની પાસે જ હતા અંતે ભારે મથામણ બાદ પોલીસે પણ તેમને મેમો આપ્યા વગર જ જવા દીધા હતા જો કે હેલ્મેટ વગર બાઈક ચલાવવા બદલ ઝાકિરને પણ અફસોસ થાય છે કેમ કે તેમની આ મુશ્કેલીના કારણે તેમને પોતાની સુરક્ષા મુદ્દે પણ સમાધાન કરવું પડે છે