વરિયાવની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ ન ઉભી કરાતા વિદ્યાર્થીઓનો વિરોધ

2019-09-18 103

સુરતઃવરિયાવમાં આવેલી સીજે પટેલ વિદ્યાધામ કોમર્સ કોલેજ અને લો કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના રોષ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સાથે એનએસયુઆઈ જોડાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસે 15 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતીવિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં પાયાની સુવિધા જેવી કે, કેન્ટીન 10 વર્ષથી ચાલતી હતી પરંતુ બે વર્ષથી બંધ કરી દેવાઈ તે ફરી શરૂ કરાઈ નથી કોલેજમાં મિનરલ પાણીની સુવિધા નથી જેથી ગંદુ અને અસ્વચ્છ પાણી પીવાની વિદ્યાર્થીઓને ફરજ પડે છે સ્વચ્છતાના નામે મીંડુ હોય તેમ ટોયલેટની સમસ્યા છે