જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદથી જ પાકિસ્તાન સતત પોતાના સૈનિકો અને આતંકીઓને કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાના પ્રયાસમા લાગી ગયું છે બુધવારે સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 12-13 સપ્ટેમ્બરે પાકિસ્તાનની બેટ(બોર્ડર એક્શન ટીમ) POKમાંથી કાશ્મીરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો જો કે, LOC પર તહેનાત ભારતીય જવાનોએ તેમને જોતાની સાથે બૈરેલ ગ્રેનેડ લોન્ચરથી બોમ્બ ફેંકીને માર્યા હતા
ન્યૂઝ એજન્સીએ પોસ્ટ કરેલા વીડિયોમાં સેનાના જવાનો આતંકીઓ પર બોમ્બ ફેંકતા જોવા મળી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે સ્પેશ્યલ સર્વિસ ગ્રુપના આતંકીઓને મારવા માટે સેનાએ POKમાં હાજીપીર સેક્ટરમાં બોમ્બ મારો કર્યો હતો