રાજકોટ:રાજકોટની ખાનગી શાળા નક્ષત્ર સ્કૂલમાં શિક્ષિકાએ બાળકીને ગાલ પર ઝાપટ અને પગમાં લાકડી માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ અંગે બાળકીના વાલીઓે પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ છે હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે
સ્કૂલના સીસીટીવી અંગે તપાસ થશે
નક્ષત્ર સ્કૂલમાં ધો 8માં અભ્યાસ કરતી ક્રિષ્ના સુરાણી નામની વિદ્યાર્થિનીને સ્કૂલના જ શિક્ષિકા નિર્જુ ઉમરેટીયાએ ઢોર માર માર્યો હતો આ અંગે સ્કૂલ સંચાલકે માફી માગી હતી સ્કૂલના સીસીટીવી અંગે પણ તપાસ કરવામાં આવશે, ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, મને નિર્જુ મેડમે ગાલમાં એક ઝાપટ મારી અને પગમાં લાકડી મારી હતી આથી મને ડોક દુખે છે અને આ અંગે મેં ઘરે વાત કરી હતી આથી મારા પરિવારજનો મને હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા છે