ચીનના સાત યુદ્ધ જહાજ હિન્દ મહાસાગરમાં જોવા મળ્યાં છે તેને ભારતીય નેવીના વિમાન P-8I દ્વારા ટ્રેક કરીને તેમની તસવીર લેવામાં આવી છે અમેરિકા નિર્મિત P-8I વિમાનમાં ઘણી અત્ય આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે ચીનનું 27 હજાર ટન વજનવાળું અને વિમાનવાહક યુદ્ધ જહાજ જિયાન-32 સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ હિન્દ મહાસાગરમાં શ્રીલંકા નજીક જોવા મળ્યું હતું
P-8Iએ યુદ્ધ જહાજ સિવાય ચીનની એક બોટને પણ ટ્રેક કરી છે તે બોટ ચીનના એન્ટી પાયરેસી ટાસ્ક ફોર્સનો હિસ્સો છે આ બોટને અરબ સાગરમાં ચીનના વેપારી જહાજોને દરિયાઈ લૂંટારા સોમાલિયાઈથી સુરક્ષા કરવા માટે મોકલવામાં આવી છે P-8Iએ બોટની તસવીરો ત્યારે લીધી જ્યારે તે હિન્દ મહાસાગરમાંથી પસાર થઈ રહી હતી