વડોદરાઃ ગુજરાતમાં આજે 16 સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમોના કાયદા હેઠળ દંડનો અમલ કરવામાં આવતા વડોદરા શહેરમાં લોકોએ પીયુસી કઢાવવા માટે એક કિમી લાંબી લાઇનો લગાવી હતી વડોદરા શહેરના સુશેન સર્કલ પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર લોકો આજે સવારે 6 વાગ્યાથી પીયુસી કઢાવવા માટે લાઇનોમાં ઉભા રહી ગયા હતા જોકે થોડા સમય માટે પીયુસી કાઢ્યા બાદ સેન્ટર બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો