અમદાવાદ: સરદારનગર પોલીસે દારૂની મહેફિલ કરતા 6 લોકોની ધરપકડ કરી છે પોલીસે 3 નંગ દારૂના ક્વાર્ટર, બે કાચની બિયરની બોટલ, બે ટીન, એક કાર અને ટુ વ્હીલર સહિત કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસના જણાવ્યાં અનુસાર, નબીરાઓ દિપુ જય માતાજીની ઓફિસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા આ ઓફીસમાં અગાઉ પણ ગુનાનો કેસ નોંધાયો છે અગાઉ અહીંથી ખંડણી માંગવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી બાતમીના આધારે પોલીસે ગઇકાલે મોડી રાતે રેડ પાડી તમામની ધરપકડ કરી લીધી છે