અમદાવાદ: રાજ્યભરમાં આજથી નવા મોટર વાહન વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે એક બાજુ લોકોએ હેલ્મેટ અને તમામ ડોક્યુમેન્ટ એકઠા કરી આકરા દંડથી બચવા માટેની તૈયારીઓ કરી લીધી છે ત્યારે સામે પોલીસે પણ પોતાની તૈયારી કરી લીધી હોવાનું જણાઈ રહ્યું છે અમદાવાદમાં શહેરમાં તમામ ચાર રસ્તાઓ પર પોલીસે નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે એક યુવતી રોંગ સાઈડથી જતી વખતે પોલીસે તેને રોકીને 1500નો દંડ ફટકાર્યો હતો મસમોટો દંડ ફટકારતા તેણે કહ્યું કે મારી પાસે માત્ર 200 રૂપિયા છે તો હું રૂપિયા 1500નો દંડ ક્યાંથી ભરું?