મધ્યપ્રદેશના મંદસૌરમાં મેઘરાજાએ 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અહીં આ ચોમાસામાં અત્યાર સુધી 775 ઈંચ વરસાદ થઈ ચુક્યો છે, જે રાજ્યમાં સૌથી વધારે છે આ પહેલા અહીં 1944માં સૌથી વધારે 62 ઈંચ પાણી વરસાદ થયો હતો શુક્રવાર સાંજ સુધી રવિવાર સવાર સુધી 9 ઈંચ થઈ હતી, જેના કારણે 200 ગામમાં ગોઠણડુબ પાણી ભરાયા છે તંત્રએ 117 ગામોને ખાલી કરાવાયા છે અત્યાર સુધી 20 હજાર લોકોને 55 રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે
શનિવારે મોડી રાતે અંદાજે અઢી વાગ્યે ગાંધી સાગર ડેમનું પાણી મંદસૌર અને નીમચ જિલ્લાના 63 ગામોમાં ઘુસી ગયું હતું જ્યારે લોકો ઘરમાં સૂતા હતા ત્યારે વરસાદે તબાહી મચાવી દીધી હતી અફરાતફરીમાં ગામોને બોટ દ્વારા ખાલી કરાવાયા છે, જે રવિવારે સવારે 9 વાગ્યા સુધી ચાલ્યું હતું ગાંધી સાગર બંધના કારણે મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં બનેલી પરિસ્થિતીની રવિવારે કેન્દ્ર સરકારે સમીક્ષા કરી છે ગાંધી સરકારમાં વરસાદનું 16 લાખ ક્યૂસેક પાણી આવી રહ્યું છે, જ્યારે 5 લાખ ક્યૂસેક છોડાઈ રહ્યું છે જેનાથી બંધ ઓવરફ્લો થઈ ગયો છે