પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરના ઉલ્લંઘન પર ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે રવિવારે કહ્યું કે આ વર્ષે પાકિસ્તાને 2050થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને તેમાં 21 નાગરિકોના મોત થયા હતા ઉલ્લંઘનની આ ઘટનાઓમાં સીમા પારથી થતી આતંકવાદીઓની ઘુસણખોરી પણ સામેલ છે તેવામાં ગઈકાલે શનિવારે પણ બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું ગોળીબારીની વચ્ચે સંદોતે, બાલાકોટ અને બેહરોટના ત્રણ ગામોની સરકારી શાળામાં અનેક બાળકો ફસાઈ ગયાં હતાં જેની જાણ ભારતીય આર્મીને થતાં જ તેમણે પણ આ વિદ્યાર્થીઓને સલામત રીતે ઘરે પહોંચાડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક પાર પણ પાડ્યું હતું