મધ્ય પ્રદેશમાં વરસાદે ચારેબાજુ તારાજીનો માહોલ સર્જ્યો છે, ચોતરફ નદીનાળાં પણ ભયજનક સપાટી વટાવીને વહી રહ્યાં છે રાજ્યના અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે તેવામાં એક વ્યક્તિના કેમેરામાં કુદરતનો કોપ કેદ થઈ ગયો હતો એક તરફ આકાશમાંથી વરસાદ વરસી રહ્યો હતો ત્યાંજઅચાનક ગડગડાટની સાથે જ ઝાડ પર આકાશમાંથી વીજળી પડી હતી આ શોકિંગ નજારો જોઈને ત્યાં હાજર બધા લોકો પણ ધ્રૂજી ઉઠ્યા હતા પવઈ જિલ્લાના કરહી ગામનો આ વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો વીજળી પડવાથી ઝાડ પણ બળી ગયું હતું સદનસીબે વીજળી પડવાની ઘટના જ્યારે થઈ ત્યારે ઝાડ પાસે કોઈ ના હોવાથી જાનહાની થઈ નહોતી વીડિયોમાં પણ જોઈ શકાય છે કે વીજળી પડવાનો અવાજ પણ એટલો તીવ્ર હતો કે આ રેકોર્ડ કરનારી વ્યક્તિનો હાથ પણ ધ્રૂજવા લાગ્યો હતો