મમતા બેનર્જીએ કહ્યું- દેશમાં સુપર ઈમરજન્સી, આઝાદી અને અધિકારોને બચાવવા માટે પગલા લેવા પડશે

2019-09-15 327

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું ઈન્ટરનેશનલ ડેમોક્રેસી ડે પર તેમણે કહ્યું કે, દેશમાં સુપર ઈમરજન્સી જેવી પરિસ્થિતી છે મમતાએ ટ્વીટ કરીને લોકોના અધિકારોને બચાવવા અને બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી છે

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સુપર ઈમરજન્સીના યુગમાં આવો ફરી એક વખત તે બંધારણીય મૂલ્યોની રક્ષાની શપથ લેશું, જેમના પર દેશની સ્થાપના થઈ હતી બંધારણના અધિકારો અને આઝાદીની ગેંરટી મળી છે તેમની રક્ષા કરવા માટે ચોક્કસ કંઈક કરવું પડશે

Videos similaires