રાજકોટ: રાજ્ય ભારે વરસાદને કારણે ગામડાથી લઇ મોટા શહેરોમાં એક જ સમસ્યા છે તે ખાડાની છે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ ધોવાય જતા મસમોટા ખાડાઓ પડી ગયા છે આથી વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ રસ્તાઓ અંગે DivyaBhaskarએ ઝુંબેશ હાથ ધરી છે જેની ઇન્પેક્ટ પડી રહી છે જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના વિસ્તારમાં ખરાબ રસ્તાઓ અંગે પીડબલ્યુડીના અધિકારીઓને જાણ કરી હતી અને અધિકારીઓ સાથે સ્થળ પર હાજર રહી રિપેરિંગની કામગીરી હાથ ધરી છે આ અગે તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ પણ કર્યું છે