સુરતઃકતારગામ ખાતે આવેલી લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને ટેલરીંગના વ્યવાસાય સાથે સંકાળાયેલા આધેડે તાપી નદીમાં કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતોઆધેડને તાપી નદીમાં કુદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કુદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં ચોકબજાર નજીક તાપી નદી પર આવેલા મક્કાઈ પૂલ પરથી હરેશ બાબુ પટેલ (ઉવઆ53) રહે કતારગામ લલિતા પાર્ક સોસાયટી કુદી ગયા હતાં ટેલરીંગના કામકાજ સાથે સંકળાયેલા હરેશભાઈએ બેંકમાંથી હોમલોનની સાથે અન્ય લોન લીધી હતી