સુરતઃનવા મ્યૂનિસિપલ કમિશનરના ચાર્જ સંભાળ્યા બાદ ફરી એક્ટિવ મોડમાં આવેલા ફાયરબ્રિગેડ દ્વારા શહેરમાં કોમર્શિયલ અને શોપિંગ મોલને સીલ કર્યા બાદ આજે રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટને નીશાને લીધી હતી ત્રણેક ટેક્સટાઈલ માર્કેટની અંદાજે 700 જેટલી દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતીઆ તમામ માર્કેટમાં વારંવાર નોટિસ અપાયા બાદ પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ન આવતાં તંત્રએ લાલ આંખ કરી હતી