સુરતઃગણેશ વિસર્જનના આગલા દિવસે બુધવારે મોડી રાત્રે ડુમસ રોડ નજીક વાલ્વ સ્ટેશન પાસે ફૂલ સ્પીડે દોડતી બીએમડબ્લ્યુ કારે બાઈકને અડફેટે લીધું હતું જેમાં બાઈક પર બેસેલા બન્ને ફંગોળાઈને રોડ પર પડ્યાં હતાંબાઈક પરથી રોડ પર પટકાયેલા બન્નેને ગંભીર ઈજા થઈ હતી બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે, સારવાર મળે તે પહેલાં જ અશોકભાઈ ખલાસીનું મોત થયું હતું સમગ્ર દુર્ઘટના અંગે મૃતકની પત્નીએ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, તેમના પર જ સમગ્ર ઘર ચાલતું હતુંપુત્ર જન્મજાત મૂકબધિર છેકમાનારાનું જ અવસાન થઈ જતાં હાલત આપઘાત કરવા જેવી થઈ ગઈ હોવાનું કહી રોષ ઠાલવતાં કહ્યું કે, અકસ્માત કરનારને ફાંસીની સજા થવી જોઈએ