રાજપીપળાઃ કેવડિયા કોલોની પાસે કોઠી અને ધાવડી ગામ વચ્ચે ખાડીમાં પથ્થર પર આજે 13 વર્ષની બાળકી ફસાઇ ગઇ હતી સ્થાનિક લોકોએ પોલીસની મદદ લઇને ધસમસતા પ્રવાહમાં ફસાયેલી બાળકીને દોરડાની મદદથી બચાવી લીધી હતી કેવડિયા કોલોની પાસે આવેલી ખાડીમાં સુરેખાબેન તડવી(13) ન્હાવા માટે ગઇ હતી આ સમયે અચાનક જ પાણી વધી જતા બાળકી ખાડી વચ્ચે પથ્થર પર ફસાઇ ગઇ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો પહોંચી ગયા હતા અને પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી બાળકીને બચાવવા માટે જીવ જોખમમાં મૂકીને કેટલાક ગ્રામજનો સામે કાંઠે ગયા હતા અને બંને બાજુ દોરડુ બાંધીને બાળકીને દોરડા સાથે બાંધીને ખાડીમાંથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી